માળીયા મી. : તાલુકાના સરવડ ગામે એક પરપ્રાંતીય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઓરિસ્સા રાજ્યના સુંદરગઢ જિલ્લાના રાજગામપુર તાલુકામાં આવેલા સુખાતનલ્લા ગામની રહેવાસી ૧૯ વર્ષીય બીનીતાબેન ઓસ્કાર વારલા નામની યુવતીએ સરવડ ગામ નજીક આવેલા એકમી લેધર નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું છે. સરકારી હોસ્પિટલના ડૉ. કાજલબેને બનાવની પોલીસમાં જાણ કરતા માળીયા મી. પો.સ્ટે.ના એ.એસ.આઈ. ચેતનભાઈ કડવાતરે એડીની નોંધ કરી યુવતીના આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.