મોરબી : મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેતા પૂર્વીબેન સમીરભાઈ કુવાડિયા ઉ.28 નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. મૃતક પૂર્વીબેનના 8 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું અને સંતાનમાં બે દીકરીઓ હોવાનું જાણવા મળે છે.