મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ એજલીસ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા નિકાક્ષાબેન શિવમભાઈ ચૌધરી ઉ.19 નામની પરિણીતાએ કોઈ કારણોસર લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.