મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર ઉ.47ના લગ્ન થયેલ ન હોય એકલવાયું જીવન જીવી કંટાળી જતા પોતાના ઘેર છતમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.