હળવદ : હળવદના ચરાડવા ગામે રહેતા મનસુખભાઇ નરશીભાઇ ચૌહાણની અભ્યાસ કરતી 19 વર્ષીય પુત્રી અંકિતાબેને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવતા ફરજ ઉપરના તબીબે મરણ ગયાનું જાહેર કર્યું હતું. અંકિતાબેને ક્યાં કારણોસર ગળાફાંસો ખાધો તે અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ દાખલ કરી છે અને વધુ તપાસ હળવદ પીએસઆઇ આર.સી રામાનુજ ચલાવી રહ્યા છે.