મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામની સીમમાં રમેશભાઇ વરસડાની વાડીમા રહેતા વિજયભાઇ ભીમાભાઇ સંગાળા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવારમા ખસેડતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.