મોરબી : મોરબી તાલુકાના તળાવીયા-શનાળા ગામમાં ચોથા માળેથી યુવકે ઝંપલાવતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. મૂળ ઓડીસાના બાલેશ્વર જિલ્લાના નીલીદા ગામના વતની અને હાલ સ્કોટલેન્ડ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા 20 વર્ષીય રજતકુમાર ભગીરથભાઇ બારીકએ અગમ્ય કારણોસર ગઈકાલે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં સ્કોટલેન્ડ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરના ચોથા માળેથી પોતાની જાતે ઠેકડો મારી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.