મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામમાં વાડીએ ગળેફાંસો ખાઈ મજૂર યુવકે આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અલીરાજપુર તાલુકાના મુનાકવા ગામના વતની અને હાલ નાગડાવાસ ગામમાં વાડીએ રહેતા સુનીલભાઇ જુવાનભાઇ વાસકવા (ઉ.વ. 19)એ ગઈકાલે તા. 23ના રોજ કોઇ કારણોસર વાડીએ ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.