મોરબી : મોરબીની નીલકંઠ સોસાયટીમાં સાઈ એપાર્ટમેન્ટમા રહેતા વિક્રમભાઈ જેલસિંગ સુંડા ઉ.20 નામના યુવાને પોતાના ફ્લેટના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.