હળવદ તાલુકાના રાયસંગપર ગામે બનેલા ચોંકાવનારા બનાવમાં નરાધમ વિરુદ્ધ બળાત્કાર, મરવા મજબુર કરવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો હળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં નરાધમ શખ્સે ઘરમાં ઘુસી સગીરા સાથે બળજબરી આચરી દુષ્કર્મ ગુજારી બાદમાં બદનામ કરવા ધમકી આપતા ડરી ગયેલી સગીરાએ ફિનાઈલ પી આપઘાત કરી લેતા આ ગંભીર બનાવ મામલે હળવદ પોલીસ મથકમાં સગીરાને મરવા મજબુર કરનાર નરાધમ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાયો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા રોશન જાદવજીભાઇ દેવીપુજક નામના નરાધમ શખ્સે ગત તા.27ના રોજ રાત્રીના સમયે સગીરાના ઘરમાં ઘુસી ભોગ બનનાર સાથે શારીરીક છેડતી કરી બળજબરીથી શરીર સબંધ બાંધેલ હતો અને બાદમાં સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સગીરા ડરી જતા ફીનાઇલ પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક સગીરાના દાદીએ નરાધમ રોશન જાદવજીભાઇ દેવીપુજક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૬,૩૭૬(૨)(જે),૩૫૪(એ),૪૫૨ તથા પોકસો અધિનિયમ-૨૦૧૨ ની કલમ-૪,૬,૧૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.