મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહિદાસપરામાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાએ આઠ માસના લગ્નજીવનમાં જ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં રોહિદાસપરામાં સંયુક્ત પરિવારમાં રહેતા મીતલબેન મનસુખભાઇ ચૌહાણ ઉ.23 નામના પરિણીતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મિત્તલબેનના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હોવાનું અને સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાનું બહાર આવ્યું છે, હાલ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.