ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના મોરી વાસવાણી લીમખેડાના વતની રસીલાબેન દશરથભાઈ ભાખડા નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસના મૃતક રસિલાબેનના આઠ માસ પહેલા લગ્ન થયા હોવાનું અને સંતાન ન હોય તેમજ સાસુ સસરા થી અલગ રહેતા હોવાનું બહાર આવ્યું છે. હાલ ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.