મોરબી : મોરબી તાલુકાના થોરાળા ગામે વાડીએ મજૂરી કામ કરતા મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે અમૃતભાઇ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા સંગીતાબેન મુકેશભાઇ ધાણાંક, ઉવ.૨૦ નામના મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. વધુમાં સંગીતાબેનના એક વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું અને સંતાનમાં ત્રણ મહીનાની એક દીકરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..