મોરબી : શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર સોસાયટીમાં રહેતા એક યુવકે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે આ બનાવની નોંધ કરીને કારણોની તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા હસમુખભાઈ રમેશભાઈ ઉઘરેજાએ ઉં.વ.25 કોઈ અગમ્ય કારણોસર ગઈ કાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને પરિવારજનોની પૂછપરછ કરી રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.