મોરબી : મોરબીમાં પ્રોઢે ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા ભાણજીભાઈ શામજીભાઈ અંબાલિયા ઉ.વ.56 નામના આધેડે ગતતા.30 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.