મોરબી : મોરબી શહેરના કુબેરધાર પાછળના વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી શહેરના કુબેરધાર પાછળના વિસ્તારમાં રહેતા ભુપતભાઇ દાનસીંગભાઇ અગેચાણીયા (ઉ.વ. 49)એ ગઈકાલે તા. 17ના રોજ પોતાના ઘરે કોઇપણ કારણસર ગળેફાસો ખાઈ લીધો હતો. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા કલ્પેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી. મૃતકના આપઘાતનું કારણ જાણવા હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.