મોરબી : મોરબીના રાધપાર્કમાં એક યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મળતી વિગત અનુસાર વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્કમાં રહેતા ધમેન્દ્રભાઈ વિજયભાઈ મકવાણા (ઉ.વ.૩૪) રહે.મૂળ ગણેશ નગર, જુનાગઢવાળાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું છે. હાલ આ મામલે પોલીસે નોંધ કરી આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે.