મોરબી : મોરબીના પાનેલી ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતી હંસાબેન ગોપાલભાઈ રાઠોડ ઉ.વ.21 નામની યુવતીએ આજે કોઈ કારણોસર અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બાદમાં યુવતીની ડેડબોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવની કારણ જાણવા તપાસ હાથ ધરી છે.