મોરબી : મોરબીના સામાકાંઠે રહેતા પ્રોઢે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાઠે આવેલ મયુર સોસાયટી બ્લોક નં ૩૬ માં રહેતા લલનભાઇ રઘુબાલક બાજપાઇ ઉ.વ. ૫૦ નામના આધેડે તા. ૨૦ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે છત ઉપરના રૂમમાં પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ બી ડીવીજનના પો.હેડ કોન્સ એફ.આઇ.સુમરા ચલાવી રહ્યા છે.