લોકસભા ચૂંટણી પૂર્વે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખે રાજીનામુ ધરતા આશ્ચર્ય : જિલ્લા પ્રમુખ કહે છે અમે રૂબરૂ બોલાવ્યા છેમોરબી : લોકસભા ચૂંટણી પૂર્વે જ વાકાનેર શહેર ભાજપ પ્રમુખે અચાનક રાજીનામુ ધરી દેતા અનેકવિધ ચર્ચાઓ વચ્ચે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે રાજીનામુ આપી દેનાર પ્રમુખને રૂબરૂ મુલાકાત માટે તેંડુ મોકલ્યાનું બહાર આવ્યું છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવીએ આજે અચાનક રાજીનામું આપી દીધું છે, રાજીનામા અંગે તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતા કૌટુંબિક કારણોસર તેઓએ રાજીનામુ આપ્યાનું જણાવ્યું હતું.બીજી તરફ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખના રાજીનામા અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાડીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, સતાવાર રીતે વાકાનેર શહેર ભાજપ પ્રમુખનું રાજીનામુ તેઓને મળ્યું નથી અને મીડિયા મારફતે જાણ થતાં તમને 4 વાગ્યે મિટિંગ માટે બોલાવ્યાનુ જણાવ્યું હતું.