મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર -3મા જે.કે.મોલ્ડીંગ નામના કારખાનામાં કામ કરી રહેલા ઉત્તરપ્રદેશના વતની અમરનાથ ખેદુરામ ગૌતમ ઉ.60 મોલ્ડીંગ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગભરામણ થયા બાદ ચક્કર આવતા બેભાન થઈ પડી જતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.