મોરબી : મોરબીના પાનેલી ગામે રહેતા મુકેશભાઈ આંત્રેશાના 13 વર્ષના પુત્ર મેરુભાઈને કોઈ પણ જાતની બીમારી કે અન્ય તકલીફ ન હોવા છતાં ગામના પડર નજીક રમતા રમતા અચાનક પડી જવાથી મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.