5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી મહોત્સવની શરૂઆત કરાઈટંકારા: કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 5 જૂનથી 21 જૂન સુધી દેશવ્યાપી વિવિધ જનહિતાય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે ટંકારા ખાતે “અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ, જનકલ્યાણ ના” સૂત્ર સાથે વિવિધ લોકઉપયોગી કાર્યક્રમોની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે.5 જૂનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ટંકારા શહેરમાં એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાની ઉપસ્થિતિમાં પર્યાવરણ જતનના સંકલ્પ સાથે આ પખવાડિક મહોત્સવનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.આ તકે ટંકારા તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, ટંકારા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ટંકારા નગરપાલિકાના સદસ્યો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ, વિવિધ મહિલા મંડળોની બહેનો અને મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી નાગરિકોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કેન્દ્ર સરકારના સેવાના સ્વપ્નને સાકાર કરવા માટે આગામી 2 અઠવાડિયા સુધી ટંકારા તાલુકાની ટીમ દ્વારા તબક્કાવાર કવાયત હાથ ધરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ તાલુકાના અંતરિયાળ વિસ્તારના અને વિકાસથી વંચિત રહી ગયેલા છેવાડાના માનવી સુધી પહોંચીને તેમને સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓનો સીધો લાભ અપાવવાનો છે. આગામી 21 જૂન સુધી તાલુકામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક કલ્યાણને લગતા અનેકવિધ કાર્યક્રમો યોજાશે.#MorbiUpdate #TankaraNews #ModiGovt12Years #VishwasVikasJankalyan #WorldEnvironmentDay #TreePlantation #GujaratNews #MorbiDistrict