મણકા અને નસો દબાઈ ગયા બાદ ડો. યોગેશ પેથાપરા અને ડો.જીગર દ્વારા સફળ ઓપરેશન કરી દર્દીને બીજે જ દિવસે ચાલતો કરી દેવાયો મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની મારુતિ સુપર સ્પેશિયાલિટી ઓર્થોપેડિક હોસ્પિટલમાં પેરાલિસિસના દર્દીની સફળ સારવાર કરવામાં આવી છે. આ દર્દી ઓપરેશનના બીજા જ દિવસે ચાલતા થઈ ગયા હતા. આમ દર્દીનું ઓપરેશન ખૂબ સફળ રહેતા તેઓએ અને તેમના પરિવારે તબીબોનો હદયપૂર્વક આભાર માન્યો હતો. મોરબીમાં અયોધ્યાપુરી રોડ પર સાવસર પ્લોટમાં જલારામ મંદિરની સામે પરમેશ્વર પ્લાઝાના બીજા માળે આવેલ મારૂતિ સુપર સ્પેશિયાલીટી ઓર્થોપેડિક હોસ્પિટલમાં અત્યાર સુધીમાં અનેક જટિલ ઓપરેશનો સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. વધૂમાં તાજેતરમાં નબીનભાઈ નામના 42 વર્ષની ઉંમર ધરાવતા દર્દીને મણકા તથા નસો દબાઈ જવાથી પગમાં લકવા (પેરાલીસીસ) થઈ ગયું હતું. આ દર્દી અહીં દાખલ થયા હતા. અહીં ડો. યોગેશ પેથાપરા અને ડો. જીગર દ્વારા દર્દીના મણકાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેથી દર્દી બીજા જ દિવસથી ચાલતા થઈ ગયા હતા. આમ દર્દી તુરંત જ સાજા થઈ જતા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. અહીંના ડો. યોગેશ પેથાપરા જેઓ હાડકા, સાંધા, સ્નાયુ, મણકા, નસો તથા વિવિધ વાહન તેમજ ઔદ્યોગિક અકસ્માતના ઓપરેશનનો બહોળો અનુભવ ધરાવતા સર્જન છે. અહીં તેઓ વાર- તહેવાર ઉપર પણ ઉપલબ્ધ હોય છે. વધુ વિગત કે એપોઇન્ટમેન્ટ માટે મો.નં. 7698728805 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.