ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીને 5 જ દિવસમાં નોર્મલ સ્થિતિમાં લાવી રજા પણ આપી દેવાયમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે.10 નવેમ્બરના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજાની સારવારમાં દાખલ થયા હતા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દીનું હૃદય ખુબજ નબળું પડી ગયું હતુ. હૃદયનું પંપીંગ કાર્ય માત્ર 20% હતું. કિડની પર ડેમેજ થયું હતુ. પલ્મોનરી ઇડિમા થયુ હતું. પેશાબની કોથળીમાં ચેપ લાગેલો હતો. ઈલેક્ટ્રો લાઇટ્સનું નોર્મલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયુ હતુ. આમ આવી અનેક ગંભીર બીમારી હોવા છતા ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા દર્દીની માત્ર 5 દિવસમાં હોસ્પીટલમાંથી રજા કરવામાં આવી હતી. આમ મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને ડો.સત્યજીતસિંહ જાડેજા દ્વારા અનેક ક્રિટિકલ દર્દીઓની ખૂબ સફળતાપૂર્વક સારવાર થતા દર્દીઓને નવજીવન મળ્યું છે