પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થવાથી અન્ય હોસ્પિટલમાં ટાંકા વગરનું ઓપરેશન કરવાની ના પાડી દીધી હતી, તેવામાં આયુષ હોસ્પિટલના યુરો વિભાગે બે સ્ટેજમાં દુરબીનથી સફળ સર્જરી કરી, દર્દી હાલ સ્વસ્થ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એક વૃદ્ધ દર્દી પ્રોસ્ટેટની ગ્રંથી ખૂબ મોટી થઈ ગઈ હોય આયુષ હોસ્પિટલમાં તેમનું જટિલ એવું ટાંકા વગરનું (દૂરબીનથી) થતું ઓપરેશન સફળતાપૂર્વક બે સ્ટેજમાં કરવામાં આવતા દર્દી હાલ સ્વસ્થ હાલતમાં છે. આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવ્યા મુજબ મોરબીમાં જ રહેતા એક ૬૫ વર્ષના દર્દી જેમને પેશાબમાં તકલીફ હતી. પેશાબ પૂરી રીતે ન ઉતરવો, પેશાબ ધીમેથી ઉતરવો,રાત્રે વાંરવાર પેશાબ કરવા જવું જેવા લક્ષણો હતા. જેથી તેમને હોસ્પિટલમાં બતાવ્યું હતું. ત્યાં રીપોર્ટ કરતા જાણવા મળ્યું કે, તેમની પ્રોસ્ટેટની ગ્રંથી મોટી થઇ ગઇ છે. જેમાં તેમના પ્રોસ્ટેટની સાઈઝ ૧૨૭ ગ્રામ છે. સામાન્ય પ્રોસ્ટેટની સાઈઝ ૧૨ થી ૧૫ ગ્રામ હોઈ છે. ત્યાં હોસ્પીટલમાંથી કહેવામાં આવ્યું કે ટાંકા વગર નું (દૂરબીનથી) ઓપરેશન થશે નહીં. તેમને ચીરો મારીને ટાંકાવાળું ઓપરેશન કરવું પડશે. ત્યાર બાદ દર્દી આયુષ હોસ્પિટલમાં બતાવવા માટે આવ્યા હતા.ત્યાં યુરોલોજીસ્ટ ડૉ. કેયુર પટેલ દ્વારા સમજાવામાં આવ્યું કે પ્રોસ્ટેટની સાઈઝ મોટી થઈ ગઈ હોવાના કારણે ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન શક્ય છે, પરંતુ ૨ સ્ટેજમાં કરવું પડે. દર્દીના અનુકુળતા મુજબ ૪ દિવસની અંદર અંદર ૨ સ્ટેજમાં ટાંકા વગરનું (દૂરબીનથી) ઓપરેશન કરવામાં આવ્યું અને ૧૨૭ ગ્રામના પ્રોસ્ટેટ ને દુર કરી અને દર્દીને રજા આપવામાં આવી હતી. હાલમાં દર્દીને પેશાબમાં કોઈ પ્રકારની તકલીફ નથી. તેથી દર્દી અને તેમના સગા દ્વારા ડૉ. કેયુર પટેલ અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માનવામાં આવ્યો છે.