ગૌ સેવકો અને ફાયરની ટીમે ક્રેન મારફત નંદીને નીચે ઉતાર્યોહળવદ : હળવદના સરા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ કોમ્પલેક્ષના પહેલા માળે એક નંદી ચડી જતા ગૌ સેવકો અને ફાયર વિભાગની ટીમે ક્રેન દ્વારા તેનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તેને સફળતાપૂર્વક નીચે ઉતાર્યો હતો.આ ઘટનાની જાણ દુકાનદારોએ ગૌસેવકોને જાણ કરતા ગૌ સેવકોએ ઘટના સ્થળે પહોંચી અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ બે કલાકની જહેમત બાદ પણ નંદી નીચેના ઉતરતા હળવદ નગરપાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા ફાયરની ટીમ આવી હતી. આ સાથે વધુ ગૌ સેવકોને ફોન કરી બોલાવી અને બાજુના પતરાના શેડ પર નંદી એ છલાંગ લગાવતા ભારે કુતૂહલ વચ્ચે ક્રેન બોલાવી અને બે ગૌ ભક્તો પતરાના શેડ પર જઈને પોતાના જીવની ચિંતા કર્યા વગર અને ક્રેન મારફતે પટ્ટા બાંધી અને સહી સલામત નીચે ઉતારી દિલ ધડક રેસ્કયુ ઓપરેશન સફળ થયું હતું.ઉપર વીજ વાયર હોઈ ત્યારે શોર્ટ સર્કિટના થાય તે માટે પી.જી.વી.સી.એલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ક્રેનની સર્વિસ દિનેશભાઈ ભરવાડ દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. ત્યાંરે આવી ઘટના બનતા લોકોના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા અને ગૌસેવકો અને આ કાર્યને સફળ બનાવનારા તમામ લોકોને બિરદાવ્યા હતા.