યુરોલોજિસ્ટ ડો.પાર્થરાજસિંહ જાડેજા દ્વારા 3 કલાકની જેહમત બાદ અઢી કિલોની કિડનીની ગાંઠ દૂર કરાય : તા.15ને શનિવારે 11થી 1 સુધી અહીં ડો.પાર્થરાજસિંહ જાડેજાની ખાસ ઓપીડીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કિડનીના કેન્સર જેવી જટિલ બીમારીની અત્યાધુનિક સારવાર હવે મોરબીમાં પણ ઉપલબ્ધ છે. મોરબીના શનાળા રોડ ખાતે આવેલી શ્રેયસ યુરોકર હોસ્પિટલમાં ડો. પાર્થરાજસિંહ જાડેજા (યુરોલોજિસ્ટ) અને એમની યુરોલોજિસ્ટ ટીમ દ્વારા કિડનીના કેન્સરનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ દર્દી પણ એકદમ સ્વસ્થ છે.55 વર્ષના એક પુરુષ દર્દી કે જેઓ પેટ ફૂલી જવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવ્યા હતા. રિપોર્ટ કરતા ડાબી કિડનીમાં ખુબ મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. મોરબીના નામાંકિત સિનિયર સર્જન ડો. આર. એમ. ભૂત સાહેબના સંયોજન અને માર્ગદર્શન હેઠળ શ્રેયસ યુરોકર હોસ્પિટલ ખાતે નિષ્ણાંત યુરોલોજિસ્ટ ડો. પાર્થરાજસિંહ જાડેજા અને એમની યુરોલોજિસ્ટ ટીમ દ્વારા ડો. સંજય રૂપારેલિયાના એનેસ્થેસિયા હેઠળ 3 કલાકની જેહમત બાદ અંદાજે અઢી કિલોની કિડની ગાંઠ દૂર કરવામાં આવેલ હતી. ઓપેરશન બાદ દર્દીની સંપૂર્ણ રિકવરી થતા દર્દીને રોગમુક્ત રાજા આપવામાં આવી હતી. આ સાથે જ મોરબીમાં કિડની અને મૂત્રાશયના કેન્સરની અત્યાધુનિક પ્રોટોકોલ પ્રમાણે સારવાર લોકોની સુખાકારી માટે અર્પિત થઇ છે. શ્રેયસ યુરોકર હોસ્પિટલ ખાતે છેલ્લા એક વર્ષથી કિડનીની પથરી, કેન્સર, પ્રોસ્ટેટની બીમારી અને અન્ય દરેક યુરોલોજિ બીમારીની સંપૂર્ણ સારવાર, આધુનિક ઢબે પ્રીમિયમ સુવિધાઓ સાથે પારદર્શક રીતે અને વ્યાજબી પેકેજમાં અનુભવી યુરોલોજીસ્ટની ટીમ દ્વારા કરવામાં આવે છે. વિઝિટિંગ યુરોલોજિસ્ટ● ડો.પ્રતીક શાહ - સ્ટર્લિંગ હોસ્પિટલ , રાજકોટ (બીજા અને ચોથા ગુરૂવારે)● ડો.પાર્થરાજસિંહ જાડેજા- એકોર્ડ હોસ્પિટલ, ભુજ (તા.15ને શનિવારે- 11થી 1) ● ડો. નરેશ સાપરીયા - ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ (પહેલા અને ત્રીજા ગુરૂવારે)● ડો. યશ ટીલાળા- ગોકુલ હોસ્પિટલ- રાજકોટ (દર મંગળવારે)સ્થળ : શ્રેયસ યુરોકેર હોસ્પિટલ, બીજો માળ,પ્રિકયોર લેબ બિલ્ડીંગ,ક્રિષ્ના હોસ્પિટલ સામે, શનાળા રોડમો.નં.7622000921ફોન નં.02822450375