એમ્બ્યુલન્સ સ્ટાફની સૂઝબૂઝથી માતા અને જોડિયા નવજાત બાળકો સુરક્ષિત: મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયામોરબી: મોરબી જિલ્લાના ખાનપર ગામ ખાતેથી ઇમરજન્સી કૉલ મળતા જ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સમયસર પહોંચીને એક સગર્ભા મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ટ્વિન્સ ડિલિવરી કરાવવામાં આવી છે. એમ્બ્યુલન્સ સ્ટાફની ત્વરિત સૂઝબૂઝ અને સમયસરની તબીબી સહાયથી વધુ એક વખત અમૂલ્ય જીવ બચાવવામાં સફળતા મળી છે.ઘટનાની વિગત મુજબ, ખાનપર ગામથી દર્દીને મોરબી સિવિલ હોસ્પિટલ તરફ લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવવાની સ્થિતિ ઊભી થઈ હતી. આ સમયે ERCP ના ડૉ. રામાણીના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ EMT દિલીપ સોલંકી અને પાયલોટ જયદેવસિંહ જાડેજા દ્વારા કાળજીપૂર્વક પ્રસૂતિની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સવારે 8:16 કલાકે પ્રથમ બાળકનો અને સવારે 8:26 કલાકે બીજા બાળકનો જન્મ થયો હતો.પ્રસૂતિ બાદ તાત્કાલિક ધોરણે જરૂરી પ્રાથમિક સારવાર (RL 500 અને Inj. Oxytocin) આપીને માતા તેમજ બંને નવજાત શિશુઓને સુરક્ષિત રીતે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ માતા અને બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. સમયસર તબીબી સેવા પૂરી પાડીને બેવડી ખુશી આપનાર એમ્બ્યુલન્સ ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.#Morbi #MorbiNews #MorbiUpdates #EmergencyDelivery #AmbulanceService #HealthCare #MorbiCivilHospital #TwinsDelivery