પાલિકા પ્રમુખે પગાર અને અન્ય વિસંગતતા દૂર કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો મોરબી : મોરબી પાલિકાના રોજમદાર સફાઇ કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાનો પગાર અટવાતા તેઓએ પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. જો કે પાલિકા પ્રમુખે પગાર અને અન્ય વિસંગતતા મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. મોરબી પાલિકામા ફરજ બજાવતા રોજમદાર સફાઇ કર્મચારીઓને છેલ્લા ફેબ્રુઆરી માસથી પગાર મળ્યો ન હોય આ મામલે ત્વરિત પગલાં લેવાની માંગ સાથે રોજમદાર કર્મચારીઓ પાલિકા કચેરી દોડી આવ્યા હતા. આ અંગે તેઓએ પાલિકા પ્રમુખ કેતન વિલપરાને રજુઆત કરી હતી. ઉપરાંત ગત ફેબ્રુઆરી માસથી અનેક વિસંગતતા હોવાનું જણાવીને તેને પણ દૂર કરવાની માંગ કરી હતી. સામે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ પણ આ અંગે ઘટતું કરવાની ખાતરી આપી હતી.જેથી મામલો થાળે પડ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne