દબાણ હટાવ્યા બાદ લારી-ગલ્લા ધારકોની રોજી-રોટી છીનવાઈhttps://youtu.be/KE-B68LUzncમોરબી : 15 દિવસ પહેલા મોરબીના શનાળા રોડ પર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં લારી-ગલ્લા સહિતના દબાણો દુર કરાયા હતા. જેના કારણે છેલ્લા 15 દિવસથી લારી-ગલ્લા ધારકોના ધંધા ઠપ્પ થઈ ગયા છે. ત્યારે આજ રોજ 60 જેટલા લારી-ગલ્લા ધારકો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પુષ્પરાજસિંહ જાડેજા અને લારી-ગલ્લા ધારકોએ આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદિપસિંહ વાળાને રજૂઆત કરી હતી.રજૂઆતમાં લારી-ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે જણાવાયું હતું જેથી તેમની રોજી-રોટી ચાલતી રહે અને ટ્રાફિકને પણ અડચણરૂપ ન થાય. સાથે જ જપ્ત કરવામાં આવેલી લારીઓ પણ દંડનીય કાર્યવાહી કરીને પરત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી