મોરબી: મોરબી જિલ્લાની માનસર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં ધોરણ 1 થી 5 માં 81 વિદ્યાર્થીઓ છે, પરંતુ માત્ર બે જ શિક્ષકો કાર્યરત છે.આ અંગે માનસર ગ્રામ પંચાયતના સરપંચે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખીને તાત્કાલિક ધોરણે એક જ્ઞાન સહાયક અથવા શિક્ષકની નિમણૂકlજ્ઞાન સહાયક અથવા શિક્ષકની નિમણૂક કરવા વિનંતી કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, તારીખ 01/03/2025 થી આ પરિસ્થિતિ ઊભી થઈ છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવું જરૂરી છે. તેથી શિક્ષણ વિભાગ દ્વારા આ રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.