મોરબી: જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા ટીમ OPS મોરબીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.NPSની સાપેક્ષે OPS સરકારી કર્મચારીઓ માટે વધુ ફાયદાકારક હોય જેથી OPS એટલે જૂની પેન્શન યોજના લાગુ કરવા રજૂઆત કરી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં નિમણૂક પામેલ વર્ગ ૧ થી ૪ સંવર્ગના અધિકારીઓ-કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારના ધોરણે નવી વર્ધિત પેન્શન યોજના ફરજિયાતપણે લાગૂ કરવા નિર્ણય લેવામાં આવેલ છે પરંતુ એન.પી.એસ એ અસુરક્ષિત અને શેરબજાર આધારિત યોજના છે.આ યોજના અંતર્ગત કર્મચારીઓ-અધિકારીઓ અને ગુજરાત સરકારના 10% લેખે નાણાનું રોકાણ અત્યંત અસ્થિર અને અણધાર્યા એવા શેરબજારમાં થતું હોય તે જાહેરહિતમાં કે કર્મચારીઓના હિતમાં જણાતું નથી. જેમાં વય નિવૃત્તિ બાદ ખુબજ નજીવું પેન્શન બાંધવામાં આવે છે.વળી આ પેન્શન યોજનામાં મોંઘવારી ભથ્થા કે નવા પગાર પંચનો પણ લાભ મળતો નથી. ગુજરાતની ફિક્સ પગારની ભરતીની જેમ જ એન પી એસ વિભાવના પર જ આધારિત છે. અને તેથી તે મનસ્વી અને ભેદભાવપૂર્ણ છે.માત્ર અને માત્ર આ ફિક્સ પગારની પોલિસીને કારણે જ ગુજરાતમાં તારીખ 1/4/2005 પૂર્વે નિમણૂક પામેલા કર્મચારીઓની જૂની પેન્શનની જગ્યાએ એનપીએસ લાગુ થયેલ છે.હકીકતે આવા કર્મચારીઓને કેન્દ્ર સરકારના તારીખ 17/2/2020ના જાહેરનામાની જોગવાઈઓના ધોરણે પુન: OPS મળવાપાત્ર છે. આમ ઉપરોક્ત સઘળી વિગતોને આધારે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા અંતમાં કલેકટરને રજૂઆત કરી છે.