જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમન હીરાભાઈ ટમારીયા દ્વારા 15 ને બદલે 30 સેન્ટર શરૂ કરવા માંગ મોરબી : મોરબી શહેર તથા જિલ્લાના 18થી 44 વય જૂથના નાગરિકોને કોરોના વિરોધી રસીકરણના સેન્ટર ઓછા પડતા હોવાથી બમણા વેકસીનેશન સેન્ટર શરૂ કરવા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને લેખિત રજુઆત કરી છે. આરોગ્ય સમિતિ ચેરમને હીરાભાઈએ રજુઆતમાં જણાવ્યુ છે કે હાલમાં 45 વયથી વધુ ઉંમરના નાગરિકોને મોરબી જિલ્લામાં કોરોના વિરોધી રસીકરણ સઘન રીતે પુરજોશમાં ચાલી રહેલ છે અને સરકારની મફત વેક્સીનની યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. હાલમાં સરકાર દ્વારા જાહેર કર્યા મુજબ 18થી 44ની વય જૂથના યુવાન નાગરિકોને વેક્સીનેશનની કામગીરી મોરબી શહેર તેમજ જિલ્લામાં ચાલી રહેલ છે. જેમાં 15 સેશન સાઈટ કાર્યરત છે. જેમાં દૈનિક 200 નાગરિકોને વેક્સીન આપવામાં આવી રહેલ છે. આમ, દરરોજના 3000 ડૉઝ માટે મંજૂરી મળેલ છે. વધુમાં વિવિધ લોકપ્રતિનિધિઓની રજુઆત મુજબ 18થી 44 વય જૂથના યુવાન નાગરિકોનો ઉત્સાહ અને વેક્સીન લેવા બાબતની ઈચ્છાઓને ધ્યાને લઈ 15ને બદલે 30 સેશન સાઈટ તેમજ દૈનિક 200ના સ્થાને 300 વ્યક્તિઓને કોરોના વેક્સીન ડોઝ આપી શકાય તે માટે તાત્કાલીક મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આપની સુચના આપવા માંગ ઉઠાવી મોરબી શહેર તેમજ જિલ્લામાં વેક્સીનેશનની કામગીરી ઝડપી તેમજ વધુ સારી રીતે કરવા રજુઆતમાં જણાવાયું છે.