ખુલ્લા ખીલાથી વાહનોના ટાયર ફાટવા અને પંચર થવાનો ભય; નટરાજ હોટલ પાસે ટ્રાફિક સમસ્યા ઉકેલવા માંગમોરબી : મોરબી શહેરમાં રસ્તાઓ પર મુકવામાં આવેલા રબરના સ્પીડ બ્રેકરો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે, સાથે જ અમુક વિસ્તારોમાં ગેરકાયદે દબાણોના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આ ગંભીર બાબતો અંગે અન્ન અને નાગરિક પુરવઠા (પૂર્વ) ના સલાહકાર પી.પી. જોષી દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને મેયરને 21 જુલાઈના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી સિટીમાં ઘણા સમય પહેલાં મુકવામાં આવેલા રબરના સ્પીડ બ્રેકરના રબર નીકળી ગયા છે, જેના કારણે તેની ઉપર મારેલા લોખંડના ખીલા બહાર આવી ગયા છે. આ ખીલાઓને લીધે વાહનોમાં પંચર થવું તેમજ ટાયર ફાટી જવા જેવા બનાવોથી વાહનચાલકોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ સ્પીડ બ્રેકરો પર ડામર અથવા સિમેન્ટ નાખીને પ્રશ્ન હલ કરવાની માંગ કરાઈ છે.મોરબીમાં નટરાજ હોટલ આગળ લાલબાગના ખૂણે અસંખ્ય નાસ્તાની લારીઓ અને કેબિનો ખડકાઈ ગઈ છે. આ લારી-કેબિનો હટાવવામાં આવે અથવા જો મંજૂરી આપવામાં આવી હોય તો તે તાત્કાલિક રદ કરવામાં આવે. સાંજના સમયે આ વિસ્તારમાં લારી-કેબિનોના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે અને નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ફૂટપાથ પર લારી-કેબિનો રાખવાથી માનવ જાનહાનિ કે અકસ્માત થાય તે સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન છે. આથી વાહનચાલકોની સલામતી અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા આ બંને મુદ્દાઓ પર તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TrafficIssue #SpeedBreaker #MorbiMunicipalCorporation #Encroachment #Lalbagh