મોરબી : મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા તથા જીગ્નેશભાઇ પંડ્યા દ્વારા મોરબીમાં લારી ગલ્લાવાળાઓને ધંધો કરવા જગ્યા ફાળવવા જિલ્લા કલેકટર જે. બી. પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી શહેરના લારી-ગલ્લાવાળાઓ કે જેઓ રોજેરોજ કમાઈને જીવન ચલાવે છે. તેઓ ધંધો ખોલી પોતાની આવક મેળવી રોજી-રોટી મેળવી શકે, તે રીતે તેમને જગ્યા ફાળવી દેવામાં આવે તથા તેમને મંજુરી આપવામાં આવે. જેથી, તેઓ પણ સામાન્ય જીવન શરૂ કરી શકે. તેવી અપીલ કરવામાં આવી છે. કારણ કે આવા ધંધાર્થીઓ આર્થિક તંગીમાં કારણે ઘરના ભાડા, સ્કૂલની ફી કે અન્ય ખર્ચ ઉઠાવી શકતા નથી. તો તેઓની રોજિંદી આવક શરૂ થાય. જેથી, તેઓને કાયદેસર ધંધો કરવા માટે જગ્યા આપવા માંગ કરાઈ છે.