મોરબી : મોરબી જિલ્લામાં ચાલતા ઓવરબ્રીજના કામો અંગે સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખી જરૂરી સૂચનો આપ્યા છે. સાથે બ્રીજોના કામ વહેલી તકે પૂર્ણ કરાવવા રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જિલ્લાના મીતાણા ઓવરબ્રિજનું કામ વ્હેલી તકે પૂર્ણ કરી જમીન સંપાદનનો પ્રશ્ન હાલ કરવો,જેથી રોડ પર થતા ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય. ટંકારા ઓવરબ્રિજનું છેલ્લા 3-4 વર્ષથી કામ ચાલુ છે.કામની મુદત પૂર્ણ થઇ ગયા હોવા છતાં કામ ચાલુ છે તેથી ટંકારા ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરાવવું. ભક્તિનગર સર્કલ શનાળા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવાની તૈયારીમાં છે.તેનું કામ વહેલું પૂર્ણ કરાવવું જેથી નાલા નીચેથી વાહનોને પ્રવેશ મળી શકે. આર.ટી.ઓ.જૂનો ઓવરબ્રિજએ રેલવે ઓવરબ્રિજ હોવાથી ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતની ઘટનાઓ બને છે.તેથી તેના કામ પર દેખરેખ રાખી કામ જલ્દી પૂરું કરાવવું. મહેન્દ્રનગર ચાર રસ્તા પર ઓવરબ્રિજની વહીવટી મંજૂરી વહેલી તકે આપવી. જેથી ઓવરબ્રિજનું કામ આગળ વધે. સામા કાંઠે નટરાજ ઓવરબ્રિજનું કાર્ય બને એટલું વહેલું શરુ કરાવવું અને મચ્છુ નદી ઉપર ચાર સ્થળે બેઠા પુલ બનાવવા જજુરી છે. આ ઉપરાંત ઉમિયા સર્કલ ઓવરબ્રિજને પ્રાથમિકતા આપવી જરૂરી છે.જેથી ટ્રાફિકને લગતી સમસ્યાઓનું નિવારણ આવે. મોરબી જિલ્લાની ટ્રાફીકની સમસ્યા ઉકેલવા તથા અકસ્માતોની બનતી ઘટનાઓને રોકવા તમામ ઓવરબ્રીજોનું કામ વહેલી તકે પૂર્ણ કરાવવા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીની યાદીમાં જણાવ્યુ છે.