તાલુકા મામલતદારની જગ્યા ખાલી અને સીટી મામલતદારનો પ્રોબેશન સમય પૂર્ણ થવાના આરે, મધ્યાહન ભોજન નાયબ મામલતદારનો ચાર્જ પણ અન્ય પાસે હોવાથી પ્રજા પરેશાનમોરબી : મોરબી જિલ્લામાં મામલતદાર કચેરી ખાતે મહત્ત્વની જગ્યાઓ ખાલી હોવાને કારણે અરજદારો અને પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા (પૂર્વ) ના સલાહકાર પી.પી. જોષી દ્વારા 21 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લો બન્યાને લાંબો સમય થયો હોવા છતાં વહીવટી તંત્રમાં મોટી ખોટ જોવા મળી રહી છે. હાલમાં મોરબી તાલુકા મામલતદારની જગ્યા ખાલી છે. મોરબી સિટીમાં પ્રોબેશન પર ફરજ બજાવતા મામલતદારનો સમયગાળો પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ રહ્યો છે, જેથી બંને મામલતદારની જગ્યાઓ ખાલી થશે. ચાર્જમાં રહેલા અધિકારીઓ નીતિવિષયક નિર્ણયો લઈ શકતા નથી, જેના કારણે પ્રજાના કામ અટવાઈ રહ્યા છે અને લોકો કંટાળી ગયા છે. આ ઉપરાંત મોરબી સીટીમાં મધ્યાહન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી હોવાથી તેનો ચાર્જ તાલુકા પાસે રાખવામાં આવ્યો છે. સિટી કચેરીમાં અન્ય નાયબ મામલતદારો ઉપલબ્ધ હોવાથી આ ચાર્જ તેમને સોંપવામાં આવે અથવા તો રેગ્યુલર નાયબ મામલતદારની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે સામાન્ય જનતાને હેરાન થવું પડે છે. આથી મોરબી મુખ્ય મથક ખાતે મામલતદાર અને નાયબ મામલતદાર સહિતની તમામ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા માટે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratGovernment #Mamlatdar #MorbiTaluka #MorbiCity #GovernmentVacancies