ટંકારા : ગ્રાહક સુરક્ષા મંડળ - ટંકારા તાલુકાના પ્રમુખ ગૌતમ વામજા દ્વારા ખેડૂતોને લગતા ચોમાસાથી નુકસાન અને વીજકાપના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે જિલ્લા કલેકટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરી છે. હાલ મોરબી જિલ્લામાં ખેડૂતોને પિયતની સીઝન ચાલી રહી હોય ત્યારે વીજકાપને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓને દૂર કરવી જરૂરી છે. ખેડૂતોને વીજકાપને કારણે શિયાળુ પાકનું આયોજન કરવું કે કેમ તે ગડમથલ છે. ત્યારે હાલ જે વીજકાપ ચાલી રહ્યો છે તેને કોઈ એક સમયે કરી ખેડૂતોને તે સમયે વીજળી આપવી. જેથી, ખેડૂતોના સમય અને ખર્ચ બચી શકે. તેમજ ચોમાસામાં થતા નુકસાનનું તમામ ગામોમાં સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે, તે જરૂરી છે. આમ, આ તમામ મુદ્દાને તાત્કાલિક ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરવા ગ્રાહક સુરક્ષા મંડળ-ટંકારાના પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા રજૂઆતમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..