મોરબી : શહેરના છેવાડાના વિસ્તાર ગણાતા વિસ્તારમાં છેલ્લા 4 માસથી ઉભરાતી ગટરની ગંદકીથી ત્રસ્ત સ્થાનિકોએ આ ત્રાસદીમાંથી મુક્ત કરાવવા મોરબી પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે. સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયાને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, કામધેનુ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ધ્રુવ હોસ્પિટલની પાછળ સ્થિત 25 વારીયા કવાટર્સની શેરીઓમાં છેલ્લા ચાર માસથી ગટરો ઉભરાઈ રહી છે. ગટરોના ઉભરાતા પાણી ઘરમાં ઘુસી જતા હોય સ્થાનિકો સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો કરી રહ્યા છે. ભરાયેલા રહેતા ગંદા પાણીને કારણે લીલી શેવાળ શેરીઓમાં જામી જતા રાહદારી અને વાહનચાલકો સહિત સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. ગરીબ તેમજ પછાત વિસ્તારમાં રહેતા સ્થાનિકો વતી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ આ સમસ્યાનો સત્વરે નિવેડો લાવવા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate