મોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી કાલિકા પ્લોટ-1માં રાજબેંકવાળી શેરીમાં છેલ્લા ઘણા દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. આ અંગે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ફરી વખત સ્થાનિક રહીશ દ્વારા કાલિકા પ્લોટ-1માં રાજબેંકવાળી શેરીમાં ગટર ઉભરાવાની સમસ્યા દુર કરી સાફ સફાઈ કરવા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે તેવું લેખિતમાં જણાવ્યું છે.