એક જ ન્યાયમૂર્તિ હોય ફરિયાદીને ઝડપથી ન્યાય મળતો ન હોવાની રજૂઆતમોરબી : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબી જિલ્લા, જામનગર જિલ્લા અને રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ હોય ફરિયાદીને ન્યાય મેળવવામાં ઘણો વિલંબ થાય છે તેથી પૂરો સ્ટાફ ભરવા વિનંતી કરવામાં આવી છે..રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લા, જામનગર જિલ્લા અને રાજકોટ જિલ્લાની ગ્રાહક તકરાર નિવારણમાં એક જ ન્યાય મૂર્તિ હોય ફરિયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. તેમાં મોરબી જિલ્લામાં કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા નથી, જેથી ફરીયાદીને પારાવાર મુશ્કેલી થાય છે અને ફરીયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. મોરબી ઓદ્યોગિક શહેર હોય ગ્રાહક અદાલતમાં ઘણા કેઇસો આવે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા જેવી યોજના નિષ્ફળ જતી હોય તેવું દેખાઇ રહ્યું છે. મોરબીની પરિસ્થિતિ એવી છે કે ગ્રાહક અદાલતને ફેસલો આવી જાય પણ ફરીયાદીએ હુકમ લેવા જામનગર જવું પડે છે. જામનગર મોરબી થી 110 કીલોમીટર દુર છે. ગરીબ ફરિયાદીને ત્યાં જવું પાલવે નહીં. અહીં ઓર્ડર નથી મળતો તેનું કારણ મોરબી જિલ્લામાં ગ્રાહક અદાલતમાં રેગ્યુલર કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા નથી. મોરબી જિલ્લાનું મથક હોય ગ્રાહક અદાલતમાં જગ્યા ખાલીને કારણે ફરિયાદી હેરાન થાય તો ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હુકમ મોરબીમાં મળે અને ન્યાય મૂર્તિથી માંડી સ્ટાફની જગ્યા ભરાય તો અદાલતની યોજના સફળ થશે. મોરબી ગ્રાહક અદાલતમાં ચુકાદા આપ્યા પછી હુકમ મોરબી ગ્રાહક અદાલતમાં મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી છે. ફરિયાદીને અન્યાય થાય તો 30 દિવસમાં સ્ટેટ કમિશનમાં જવામાં મોડુ થાય તો તેણે હુકમ લેવા જામનગર જવું પડે છે અને ચાર-પાંચ જિલ્લા વચ્ચે એક જ ન્યાય મૂર્તિ છે. સ્ટાફ ભરતી અને ન્યાય મૂર્તિની ભરતી માટે યોગ્ય કરવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.