મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચએ 8-A નેશનલ હાઇવે પર આવેલ વીજપોલની બંધ લાઈટો ચાલુ કરવા મોરબી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ અને મોરબીના RNB વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબી જીલ્લામાં સામાકાંઠા વિસ્તારમાં 8-A નેશનલ હાઇવે કે જ્યાં બી ડીવીઝન પોલીસ ચોકી આવેલ છે, તેની આજુબાજુના વિસ્તારમાં પોલની લાઇટો બંધ છે. તેથી, અહીયા અંધારપટ જોવા મળે છે અને અહીં લગભગ 100 થાંભલાની લાઇટો બંધ છે. જે આશરે 3-4 મહિનાથી બંધ છે. તેમજ ત્યાં માળીયા ફાટક વિસ્તારની બ્રીજ પુલની ઉપરની બંને સાઇડની લાઇટો પણ બંધ છે. જ્યાં તાજેતરમાં ભયાનક અકસ્માત થયેલ છે. જે લાઇટ બંધ હોવાના કારણે જ થયેલ છે. આ ઉપરાંત, રોડની સાઇડની લાઇટો બંધ હોય. આથી, રાહદારીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે અવાર-નવાર રજુઆત કરી હોવા છતાં આ અંગે ધ્યામાં લેવામાં આવતુ નથી. તો આ અરજીને ધ્યાને લઇ કાર્યવાહી કરવા અને જે લાઇટો બંધ છે તેને તાત્કાલીકના ધોરણે ચાલુ કરાવવા અપીલ કરવામાં આવી છે.