મોરબી : મોરબીમાં અન્ય રાજ્યના લોકો આવીને વસે છે.તેથી તેઓના બાળકોને અભ્યાસ માટે કેન્દ્રીય વિદ્યાલય મળી રહે તે માટે મોરબીમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. મોરબી જીલ્લો ઉદ્યોગિક ક્ષેત્રે વિકસિત જીલ્લો છે.આ જીલ્લામાં બીજા રાજ્યોમાંથી આવીને પણ ઘણા લોકો રોજી-રોટી માટે વશેલા છે. તેમજ કેન્દ્ર સરકારના ઘણા કર્મચારિયો,ઓફિસરો પણ નોકરી અર્થે આવતા હોય છે.તો મોરબી જીલ્લામાં જો એક કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવે તો આવા લોકોના બાળકોને અભ્યાસમાં સારું મળી રહે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ત્યારે તે બાળકોને અભ્યાસક્રમમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબીમાં એક કેન્દ્રિય વિદ્યાલયની સ્કુલ બનાવવા લગત વિભાગ સૂચના આપવા અપીલ કરી છે.