મોરબી : ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને મોરબીના આગેવાન કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને રાષ્ટ્રીયકૃત બેંકોમાં હિન્દી ભાષીની સાથે ગુજરાતી ભાષી કર્મીઓની ભરતી કરવા જણાવ્યું છે.કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને જણાવ્યું છે કે, ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં નવા સ્ટાફની ભરતીમાં 90 ટકા હિન્દી ભાષી સ્ટાફને ભરવામાં આવી રહ્યા છે. ભરતીનું ટોપ મેનેજમેન્ટ અન્ય રાજ્યનું હોવાથી ગુજરાતીઓની ભરતી કરવામાં આવતી નથી. હિન્દી ભાષી કર્મચારીઓ બેંકમાં નિષ્ફળ ગયા છે. ગુજરાતી ખાતા ધારકો બેંકમાં જાય ત્યારે તેઓને હિન્દીમાં બોલે તો જ જવાબ મળે છે જેથી ખાતા ધારકો પરેશાન થઈ રહ્યા છે. હિન્દી ભાષી ક્લાર્ક અને અધિકારીઓની ભરતીમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું પણ કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે. તેથી બેંકોમાં હિન્દી ભાષીની ભરતી બંધ કરી. ભરતીનું કાર્ય ગુજરાતના મેનેજમેન્ટને સોંપવું જોઈએ અને ગુજરાતીઓની વધુ ભરતી કરવી જોઈએ તેમ જણાવ્યું છે.