મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-7માં વરસાદી પાણીનો નિકાલ કરી કાદવ-કીચડ ઉપાડીને ત્યાં મોરમ નાખવા વેપારીઓ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.લાતી પ્લોટ શેરી નંબર-7ના વિવિધ વેપારીઓએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, લાતી પ્લોટ શેરી નંબર 7માં વરસાદી પાણી ભરાય છે. જેના કારણે કાદવ-કીચડ થાય છે. જેના કારણે મચ્છરોને પણ ઉપદ્રવ વધ્યો છે. કાદવ-કીચડના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ગ્રાહકો ન આવતા હોવાથી વેપારીઓને નુકસાન વેઠવું પડી રહ્યું છે. ત્યારે આ વરસાદી પાણીનો નિકાલ કરી કાદવ-કીચડ દૂર કરવામાં આવે અને ફરીથી કાદવ-કીચડ ન થાય તે માટે ત્યાં મોરમ નાખવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.