મોરબી : મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે સેવા આપતા તલાટી કમ મંત્રીની ગત તા.7ના રોજ બદલી કરવામાં આવી હતી.તેમની બદલી અટકાવવા અને પૂર્વ તલાટી કમ મંત્રીની નિમણુંક ફરી ત્રાજપર, માળીયા વનાળીયા ગામમાં કરવા ત્રાજપર ગ્રામ પંચાયત દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. ત્રાજપર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી તરીકે વિ.એસ.ચંદ્રાલાની ગત તા.7ના રોજ બદલી કરેલ હતી.જે અંતર્ગત ગત તા.9 રોજ બદલી અટકાવવા આવેદન પત્ર આપેલ હતું.પરંતુ કોઈ હકારાત્મક જવાબ ન મળેલ.જે અંતર્ગત વિ.એસ.ચંદ્રાલાની નિમણુંક ફરીથી ત્રાજપર ગ્રામ પંચાયત તથા માળીયા – વનાળીયા ગ્રામ પંચાયતમાં કરવા આ આવેદનપત્ર ફરીથી આપવામાં આવ્યું છે. ત્રાજપર ગ્રામના હિતમાં વિ.એસ.ચંદ્રાલા ફરીથી દિન-7માં નિમણુંકનો હુકમ ન કરવામાં આવે તો સરપંચ તથા ગ્રામ પંચાયત બોડી સહીત ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી કરી જીલ્લા પંચાયત કચેરીએ ધરણા કાર્યક્રમ કરવાની ના છુટકે ફરજ પડશે.