આ દિવસના ટોકન લેનાર અરજદારો 26થી 29મી વચ્ચે દસ્તાવેજ નોંધણી કરાવી શકશે મોરબી : મોરબી સહિત રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓની કામગીરી આગામી 24 અને 25 એપ્રિલના રોજ બંધ રહેવાની છે. આ દિવસોમાં જેમને ટોકન લીધા હશે તેઓ 26થી 29 એપ્રિલ વચ્ચે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પસ જેનું દેવને પ્રસિદ્ધ કરેલ સત્તાવાર પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર રજામાં પણ કાર્યરત રહેવાથી ગરવી વેબ એપ્લિકેશનનું ટેક્નિકલ મેઇન્ટેનન્સ બાકી રહી ગયું છે. જેને કારણે 24 અને 25મીએ સબ રજિસ્ટ્રાર કચેરીઓ આ મેઇન્ટેનન્સ માટે પોતાની કામગીરી બંધ રાખશે. જો કે કામગીરી બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે એ બે દિવસ દરમિયાન જે અરજદારોએ ટોકન લીધું હશે. તેઓ તા.26થી 29 દરમિયાન કોઈ પણ દિવસે પોતાના ટોકન અન્વયે દસ્તાવેજ નોંધણી કરાવી શકશે.