પોલીસ ખાસ ડ્રાઇવ યોજી આવા સ્ટંટબાજોની ગેંગને ઝડપી લ્યે તે જરૂરીhttps://youtube.com/shorts/tkKJQjg6MLs?si=6eEeAgBSW_xDpjo0મોરબી : સ્ટંટ કરવા અને પછી માફીનો વિડીયો બનાવવો. આ સિલસિલો ચાલ્યો જ આવે છે. તેમ છતાં પણ અમુક સાહસિક પ્રવૃત્તિના નબીરાઓમાં પોલીસ કાર્યવાહીનો ડર ન હોય તેમ સ્ટંટ કરી તેના વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવી રહ્યા છે. આવો જ વધુ એક વિડીયો રવાપર રોડ ઉપરનો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ સુતા સુતા બાઇક ચલાવી રહ્યો છે. ઉપરાંત તેના બાઇકની ફેન્સી નંબર પ્લેટ છે. મોડી રાત્રીના સમયે આ વીડિયો બનાવવામા આવ્યો હોય તેવું અનુમાન છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થયો છે. આ વીડિયો હાલ વાયરલ થયો છે. આવા સ્ટંટબાજો જ્યાં સુધી સુમસામ રોડ ઉપર સ્ટંટ કરે છે. ત્યાં સુધી વાંધો નહી, પણ જો દિવસે જાહેર રોડ ઉપર સ્ટંટ કરે તો અનેક લોકોની જિંદગી જોખમાઈ તેમ છે. એટલે આવા સ્ટંટબાજોની ગેંગને ઝડપી લેવા પોલીસે હવે અગાઉની જેમ જ ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.