દિવાળી નિમિતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા લાઇટિંગનું સુશોભન કરાયું મોરબી : અંધકારને દૂર કરી ઉજાસ પાથરવાના પર્વ એટલે દિવાળી નિમિતે સર્વત્ર રોશનીનો ઝગમગાટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને દિવાળી નિમિતે રોશનીનો અદભુત શણગાર કરવામાં આવ્યો છે. જાહેર જનતાના લાભાર્થે સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ વિશેષ રીતે લાઇટિંગનું સુશોભન કરવામાં આવ્યું છે. મોરબીના સામાકાંઠે આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને દિવાળી પર્વ નિમિત્તે અદભુત રીતે લાઇટિંગ કરવામાં આવ્યું છે. જેમાં આ વિસ્તારના અગ્રણી ધર્મેન્દ્રસિંહ (ધમભા) ચાંદલી તેમજ દશુભા ઝાલા અને વોર્ડ નંબર-4 ના કાઉન્સીલર ગિરિરાજસિંહ ઝાલા તાવી તથા હાર્દિકભાઈ દ્વારા વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને રોશનીનો અદભુત શણગાર કરી શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી.જેથી દિવાળી નિમિતે વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમા રોશનીના ઝગમગાટથી દિપી ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..